<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્‍ટમ સક્રિયઃ ૨૧થી ૨૭ મે દરમિયાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયાની ખેડૂતોને ચેતવણીઃ ઉનાળું પાકની કાળજી રાખવી જરૂરી, ગાજવીજ સાથે કરા પડવાની શકયતા

(ચંદ્રેશ  હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા. ૧૧:   અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્‍ટમ ચક્રીય બનીને વાવાઝોડાં સુધી પહોંચી શકે છે, જેના કારણે ૨૧ મેથી સૌરાષ્‍ટ્રના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયાએ ખેડૂતોને સતર્ક રહેવા અપીલ કરી છે. 

વજુભાઈ બારૈયાના જણાવ્‍યા મુજબ, તા. ૨૧ મેથી ૨૭ મે દરમિયાન સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં કમોસમી વરસાદની શકયતા છે. છુટાછવાયા વિસ્‍તારોમાં ગાજવીજ, ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. આ સિસ્‍ટમની અસર હેઠળ રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, જામજોધપુર, લાલપુર, ભાણવડ, જામનગર, ખંભાળીયા, બોટાદ, ચોટીલા, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્‍તારોમાં વરસાદની એન્‍ટ્રી થશે. 

હાલ ઉનાળું પાક તૈયાર થવાના આરે છે ત્‍યારે ખેડૂત મિત્રોને કપાયેલા પાકને તાત્‍કાલિક સુરક્ષિત જગ્‍યાએ ખસેડવા અને ખુલ્લામાં પડેલા પાકને તાડપત્રી વડે ઢાંકી દેવા સૂચન કરવામાં આવ્‍યું છે. કમોસમી વરસાદ અને કરાથી પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેમ  હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયા, ગામ વાશિયાળી, તાલુકો સાવરકુંડલા એ જણાવ્‍યું છે

(1:32 PM IST)