<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

માંગરોળના દિવાસા ખાતે ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનન /વહન સામે ફ્લાઇંગ સ્ક્વોડ રાજકોટની મોટી કાર્યવાહી

હિટાચી મશીન,ટ્રક ,ત્રણ ટ્રેકટર સહિતની મશીનરી મળી કુલ 90 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ : પી.જી. પોર્ટલ પર પ્રાપ્ત ફરિયાદના અનુસંધાને ફ્લાઇંગ સ્ક્વોડ, રાજકોટના અંકિત ભટ્ટ સાહેબની ટીમ દ્વારા મોજે દિવાસા, તા. માંગરોળ, જિ. જૂનાગઢ ખાતે આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સ્થળ તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ગેરકાયદેસર ખનન/વહન થતું હોવાનું પ્રાથમિક રીતે ધ્યાને આવતા અલગ-અલગ 06 (છ) ખાડાઓ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન નીચે મુજબની મશીનરી/વાહનો કબજે કરવામાં આવ્યા હતા:
* 01 હિટાચી મશીન
* 01 ટ્રક
* 03 ટ્રેક્ટર
* 15 ચકડીઓ
આ તમામ સાધન-સામગ્રી, વાહનો તથા મશીનરીને પ્રવર્તમાન નિયમોની જોગવાઈ અનુસાર સીલ/જપ્ત કરી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
જપ્ત કરવામાં આવેલી મશીનરી તથા વાહનોની અંદાજિત કુલ કિંમત રૂ. 90 લાખ જેટલી થાય છે.
સમગ્ર મામલે લાગુ પડતા ખાણ-ખનિજ સંબંધિત નિયમોની જોગવાઈઓ અનુસાર આગળની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

(7:49 PM IST)