News of Saturday, 14th November 2026
મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન

મોરબી, મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે ૫૬ ભોગ અન્નકૂટ ધરવામાં આવ્યા હતો. આ અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ વર્ષ પણ મહંતશ્રી પુ. ભાવેશ્વરી માતાજી અને મહા મંલેશ્વર પુ.રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકૂટ રાખવામાં આવ્યા હતો. જેમાં જુદી-જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ, મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યા હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકૂટ દર્શન લાભ લીધો હતો, અને ભકતજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
