News of Friday, 30th October 2026
સાળંગપુરમાં આસ્થાનો મહાકુંભ : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાનો ૧૭૮ મો પાટોત્સવ ઉજવાયો
વહેલી સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતીથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસરઃ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દિવ્ય શણગારઃ વિશેષ અભિષેક અને અન્નકૂટ આરતીએ ભક્તોને કર્યા ધન્યઃ સંતો દ્વારા મહાપ્રસાદનું ભવ્ય આયોજન

રાજકોટ, તા.૩૦: કળિયુગમાં સાક્ષાત દેવ સમાન અને કોટિ-કોટિ ભક્તોના :દુઃખ હરનાર, કષ્ટોનું ભંજન કરનાર સાળંગપુરવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮ મો મુખ્ય પાટોત્સવ આજે શુક્રવારના રોજ સાળંગપુર ધામ ખાતે અતિ ભવ્યતા, દિવ્યતા અને ભક્તિસભર માહોલમાં ઉજવાઈ રહ્યો છે.
વહેલી સવારથી જ મંદિર પરિસર જય શ્રી રામ, જય કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતભર સહિત દેશ-વિદેશમાંથી હજારો ભક્તો પોતાના પરિવાર સાથે દાદાના દર્શનાર્થે સાળંગપુર પહોંચ્યા હતા, જેના કારણે સાળંગપુરમાં જાણે ભક્તિનો મહાકુંભ ભરાયો હોય તેવો અદ્ભુત નજારો સર્જાયો હતો આજના પાટોત્સવ નિમિત્તે શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અને સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી બ્રહ્મમુહૂર્તમાં મંગળા આરતી સાથે પાટોત્સવનો શુભારંભ થયો હતો. વેદમંત્રોના ગાન કરવામાં આવ્યા હતા. સવારે ૭:૦૦ કલાકે - દિવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે વિશેષ વાઘા અને સુવર્ણ આભૂષણો, ફૂલોના હાર સાથે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક શણગારના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા.
સવારે ૮: ૦૦ કલાકે વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો પંચામળત, કેસરયુક્ત જળ અને તેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકમાં અનેક સંતો જોડાયા હતા. સવારે ૧૧: ૦૦ કલાકે મહા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી પાટોત્સવનું મુખ્ય આકર્ષણ અન્નકૂટ આરતી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને ૫૧ થી વધુ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ આરતીના દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને સંતોના આશીર્વચનનો કાર્યક્રમ યોજાયો છે.
આ પવિત્ર અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના કોઠારી પ.પૂ. શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા સમગ્ર સંત મંડળ - પાર્ષદ મંડળ દ્વારા તમામ હરિભક્તોને દાદાના દર્શન, અભિષેક, શણગાર દર્શન, કથા શ્રવણ અને બ્રહ્મ નિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
