News of Saturday, 23rd May 2026
વિસાવદરમાં સરકારી અનાજ સગેવગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ : બે શખ્સોની ધરપકડ
રાશનકાર્ડ ધારકોને ધમકાવી ઓછુ અનાજ આપી આ છેતરપીંડી કરી હોવાના ખુલાસા: મુખ્ય સંચાલકે અન્ય લોકોને દુકાન ચલાવવા આપી હોવાનો પણ ખુલાસો

વિસાવદરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપતાં ખળભળાટ મચ્યો.જેતલવડમાંથી સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ખુલાસો થયો છે કે આ સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર વેચી મારી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મામલતદારે વિસાવદર પોલીસમાં આ મામલે ગુનો દાખલ કરવાવ્યો છે. પોલીસે જીતેન્દ્ર મહેતા, દેવજી ત્રાડા, રજાક નામના શખ્સ સામે ફરિયાદ નોંધી છે. આરોપ છે કે રાશનકાર્ડ ધારકોને ધમકાવી ઓછુ અનાજ આપી આ છેતરપીંડી કરી હોવાના ખુલાસા થેય છે. મુખ્ય સંચાલકે અન્ય લોકોને દુકાન ચલાવવા આપી હોવાનો પણ ખુલાસો થયો છે. હાલ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
