તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જસદણમાં માલધારી સમાજનું આવેદન
માલધારી સમાજના ધર્મગુરૂના આહવાનના પગલે જસદણ-વિછીયા પંથકના ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાળ રેલી અને રામધૂન બોલાવી પ્રાંત કચેરીએ પહોંચ્યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૭ ગુજરાત ભરના માલધારી સમાજના ધર્મગુરુઓએ કરેલા આહવાનના પગલે જસદણ વિછીયા પંથકના ભરવાડ અને રબારી સમાજ દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
ભરવાડ અને રબારી સમાજ એકતા સંગઠન સમિતિ જસદણ વિંછીયાના નેજા હેઠળ જસદણ જુના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ થયેલ આ રેલીમાં ભરવાડ અને રબારી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા હાથમાં બેનરો અને ગાય માતાના ફોટા સાથે સમગ્ર માર્ગ ઉપર ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપના નાદ સાથે રામ ધુન બોલાવી રેલી પ્રાંત કચેરી પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આ પ્રસંગે માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં ગાય માતાનું વિશેષ મહત્વ છે ૩૩ કરોડ દેવતાનો વાસ ગાયમાતામાં હોવાથી અને ભરવાડ-રબારી સમાજની આજીવિકા પણ ગાય માતાના દૂધના વ્યવસાય ઉપર હોય પૂજનીય ગાય માતા કતલખાને જતી હોય ત્યારે માત્ર ભરવાડ અને રબારી સમાજની નહીં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય છે આખી જ ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ રજૂઆતની યોગ્ય નોંધ નહીં લેવામાં આવે અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં મોડું કરવામાં આવશે તો આગામી દિવસોમાં ગુજરાત ભરનો માલધારી સમાજ તેમના ધર્મગુરુઓના આદેશ મુજબ ઉગ્ર આંદોલન કરશે.
આ પ્રસંગે જસદણ તાલુકા પ્રમુખ કાળુભાઈ ભોજાભાઇ ભરવાડ,ઉપપ્રમુખ કમલેશભાઈ રામભાઈ રબારી,મહામંત્રી નાજાભાઇ ભોજાભાઇ પરમાર,વિછીયા તાલુકા પ્રમુખ રણછોડભાઈ સગરામભાઇ રબારી,ઉપપ્રમુખ કમાભાઈ નાથાભાઈ વકાતર,મહામંત્રી મુન્નાભાઈ ઘુસાભાઇ સોહલા,સહમંત્રી અને એક્સ આર્મીમેન અરવિંદભાઈ આલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ભરવાડ-રબારી સમાજના લોકો જોડાયા હતા.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
