<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

માળિયા (મી.)હાઈવે પર બાઈક સ્ટંટ કરનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી LCB.

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ : એલસીબીએ મોરબીના એક શખ્સને પકડી કાયદાનું ભાન કરાવી તેનો માફી માંગતો વિડીયો જાહેર કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી : તાજેતરમાં માળિયા મિયાણા હાઇવે પર જાહેરમાં બાઈક પર જોખમી સ્ટંટ કરી રોફ જમાવનાર શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે એલસીબીએ મોરબીના એક શખ્સને પકડી કાયદાનું ભાન કરાવી તેનો માફી માંગતો વિડીયો જાહેર કર્યો છે.
    પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રિયાઝ ફતેમામદ ભટ્ટી નામના શખ્સે માળિયા મિયાણા હાઇવે પર જાહેરમાં બાઈક પર સ્ટંટ કર્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો ધ્યાને આવતા મોરબી LCB પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી રિયાઝ ફતેમામદ ભટ્ટીને અટકાયતમાં લીધો હતો. પોલીસે આ શખ્સનો વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં શખ્સે કબૂલાત આપતા કહ્યું હતું કે, ગત 18 તારીખે તે માળિયા ખાતે ઉર્ષમાં ગયો હતો, જ્યાં અન્ય લોકો સ્ટંટ કરતા હોવાથી તેણે પણ બાઈક પર સ્ટંટ કર્યા હતા. આખરે આરોપીએ બે હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે તેવી જાહેરમાં માફી માંગી હતી.

(9:44 PM IST)