<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કચ્છમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક સ્થળને લઈને ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ

માંડવીના ગઢશીશા ગામના નિઝામ સુલેમાન રાયમાની ધરપકડ: ધાર્મિક સ્થળ તોડવા અને કલેક્ટરને મારવાની ધમકીભરી પોસ્ટ વાયરલ થઈ હતી :કચ્છ એલસીબી પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીને ઝડપી પાડ્યો

કચ્છમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક સ્થળને લઈને ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભુજ એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. તો કચ્છ એલસીબી પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે

માંડવી તાલુકાના ગઢશીશા ગામના નિઝામ સુલેમાન રાયમાની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મિક સ્થળ તોડવા અને કલેક્ટરને મારવાની ધમકીભરી પોસ્ટ વાયરલ થઈ હતી.

અને પોસ્ટ વાયરલ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને એલસીબી ટીમે ટેક્નિકલ અને ડિજિટલ તપાસથી આરોપી સુધી પહોંચી હતી.

 

 

પોલીસે આરોપીને રાઉન્ડ-અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે અફવા અને ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા જનતાને અપીલ કરી છે.

 

આરોપીએ શું કામ આવી પોસ્ટ કરી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને મોબાઈલ ફોન પણ જમાં લીધો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીની માનસિકતા અલગ છે અને તેને લઈ તે આવી પોસ્ટ કરતો હતો. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી જમીન દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને કચ્છના કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેસેજ વહેતા થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર કલેક્ટર વિરૂદ્ધ ખુલ્લેઆમ અપાયેલી ધમકીના સ્ક્રીનશોટ વાયરલ થતાં પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધી હતી. છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા માટે સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધારકોની સઘન છાનબીન અને ટેકનિકલ તપાસ શરૂ કરી હતી.

 

(1:45 PM IST)