News of Sunday, 22nd November 2026
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મારામારી અને અપશબ્દો બોલવાના આક્ષેપોને ફગાવ્યા: બદનામ કરવા ષડયંત્ર રચ્યાનો દાવો
યુવકે તેમને અને તેમના ડ્રાઈવરને અપશબ્દો કહ્યા હતા:યુવકે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કેમેરાવાળી પેનથી વીડિયો ઉતાર્યો હોવાનો પણ દાવો

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યુવક દ્વારા લગાવવામાં આવેલા મારામારી અને અપશબ્દો બોલવાના આક્ષેપોને ફગાવ્યા છે. ધારાસભ્યે સમગ્ર મામલે પોતાનો ખુલાસો કરતા યુવક પર બદનામ કરવાનું ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવ્યો છે. લાડાણીએ જણાવ્યું કે તેમના ડ્રાઈવર અને યુવક વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન યુવકે તેમને અને તેમના ડ્રાઈવરને અપશબ્દો કહ્યા હતા. યુવકે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કેમેરાવાળી પેનથી વીડિયો ઉતાર્યો હોવાનો પણ દાવો કર્યો છે.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, 2022ની ચૂંટણીમાં યુવકનાં વાહનો અને DJ ભાડે રાખ્યાં હતાં, પરંતુ ત્યારબાદની ચૂંટણીમાં કોઈ વાહન ભાડે રાખ્યું નહોતું. ગરબીમાં ફાળો ન આપ્યાના આક્ષેપને પણ તેમણે ખોટો ગણાવ્યો છે
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
