<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં કુવામાંથી મળી પુરુષની લાશ : ફાયર ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી

મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયો, મોતનું કારણ હજુ અસ્પષ્ટ : પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

ગોંડલ તા.૧૫ : ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાંથી આજે એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગામની સીમમાં આવેલા એક કુવામાં લાશ તરતી હોવાની જાણ થતા ગ્રામજનોમાં ભારે દોડધામ થઈ હતી.

 

ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કુવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

 

પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઓળખ હજુ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે *ગોંડલ સરકારી હોસ્પિટલે* ખસેડ્યો છે. મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે.

 

પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા કોઈ વ્યક્તિની તપાસ પણ કરવામાં આવી રહી છે.

(તસવીર-અહેવાલ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:03 PM IST)