News of Wednesday, 18th November 2026
બોટાદમાં ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ : ધુમાડાથીવિદ્યાર્થીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ
શંકરપરા ખસ રોડ પર સાંઈનાથ નગર નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આગ લાગી

બોટાદમાં વોર્ડ નંબર 4ની ડમ્પિંગ સાઈટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શંકરપરા ખસ રોડ પર સાંઈનાથ નગર નજીક આવેલી ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. સ્થાનિકોના દાવા મુજબ, મોડી રાતથી જ કચરામાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કચરામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ડમ્પિંગ સાઈટની બાજુમાં આવેલી જવાહર નવોદય સ્કૂલને પણ આગના ધુમાડાની અસર થઈ હતી. જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને આસપાસના સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદો સામે આવી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
