News of Monday, 4th May 2026
ગોંડલના કારખાનામાં ભીષણ આગ ભભૂકી
રાજકોટના ર, ગોંડલના ર અને શાપરનું ૧ ફાયર ફાઇટર ઘટનાસ્થળેઃ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો

તસ્વીરમાં કારખાનામાં લાગેલ ભીષણ આગના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
ગોંડલ, તા.૪: ગોંડલના ભોજપરા વિસ્તારમાં આવેલા ગંજીવાડમાં એક કારખાનામાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
આગની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટના ૨, ગોંડલના ૨ અને શાપરનું ૧ મળી કુલ ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેમજ નુકસાનનો ચોક્કસ આંકડો કેટલો છે તેની વિગતો હજુ સુધી સામે આવી નથી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
