News of Tuesday, 12th May 2026
જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય: સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શાક માર્કેટ, સજુબા સ્કૂલ સહિતના વિસ્તારમાંથી રેકડી, વજન કાંટા, છત્રી, શાકના કેરેટ જપ્ત કરાયા

જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સિટી-એ. ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સજુબા સ્કૂલ નજીક ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલી શાકભાજીની લારીઓ દૂર કરાઈ હતી.
માર્ગ વ્યવસ્થા સુચારૂ રહે તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા લારીચાલકોને માર્ગ પર દબાણ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત ની સાથે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શાક માર્કેટના વિસ્તાર ઉપરાંત સજુબા સ્કૂલ સહિતના વિસ્તારમાંથી શાકભાજીની બે લારી, ઉપરાંત ૧૦ થી વધુ વજન કાંટા, શાકભાજી ની લારીમાં ગોઠવાતી છત્રી, બે ડઝનથી વધુ શાક બકાલા રાખવાના કેરેટ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા, અને મહાનગરપાલિકા ની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
