News of Tuesday, 7th July 2026
અમરેલી જિલ્લામાં મેઘ તાંડવઃ ખોડીયાર ડેમના નવ દરવાજા ખોલાતા ભયાનક સ્થિતિ
નાના મોટા મળી કુલ પાંચ ડેમના દરવાજા ખોલાયાઃ ખેતરો ધોવાયાઃ એકનું મોતઃ અનેક રસ્તા ધોવાયાઃ ૪૦૦ લોકોનું સ્થળાંતરઃ બધાજ ફીડરો શરૂ કરવા કવાયત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭: અમરેલી જિલ્લામાં મેઘ તાંડવથી હાહાકાર મચી ગયો છે નાના મોટા રસ્તા તબાહ થઈ ગયા છે નેશનલ હાઈવે બંધ છે વીજ ફીડરો બંધ હોવાથી ભારે પરેશાની વેચવી પડી રહી છે નવ જેટલા ખોડીયાર ડેમના મળી કુલ પાંચ ડેમના દરવાજા ખોલાતા અચાનક આવેલા પાણીથી તબાહી મચી ગઈ છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘ તાંડવ હા હા કાર સર્જી રહ્યો છે ત્યારે ધારી પંથકમાં ૨૪ કલાક પૂર્વે ભયાનક વરસાદ વરસતા ખોડીયાર ડેમના નવ જેટલા દરવાજા ખોલાતા આજુબાજુના મળી ૪૦ જેટલા ગામોમાં પાણીના ઘોડાપૂર ફરી વળ્યા હતા હોય નોમાહોલ સર્જાયો હતો ધાતરવાડી બે રાયડી એક સહિત પાંચ જેટલા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા પરિણામે અતિભયાનક સ્થિતિ નું નિર્માણ થયું હતું અમુક ગામોમાં સ્થળાંતર કરવાની પણ તક મળી ન હતી ૪૦ જેટલા ગામોમાં અચાનક આવેલા પાણીએ સૌના જીવ અધર ચડાવી દીધા હતા ૪૦૦ જેટલા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવું પડ્યું હતું ૩૫૦ થી વધુ બંધ વીજ ફીડરો શરૂ કરવા પીજીવીસીએલ દ્વારા કમર કસવામાં આવી રહી છે અમુક ગામોમાં તરવૈયાની મદદ લેવી પડી હતી ગત રાતથી આજે વહેલી સવાર સુધીમાં અમરેલી સહિત આજુબાજુના ગામોમાં પાંચ, લાઠીમાં સાડા ચાર, બાબરામાં સવા ચાર, લીલીયામાં ત્રણ, રાજુલામાં પોણાબે, ખાંભામાં એક, સાવરકુંડલા માં ચાર, બગસરામાં પોણો, ઇંચ જેટલું પાણી મેઘરાજાએ ઠાલવી દીધું હતું
અમરેલી જિલ્લામાં ઠેર ઠેર રસ્તાઓ ની હાલત દયની બની ગઈ છે ત્યારે ભારે વરસાદના કારણે એસટી તંત્ર દ્વારા પણ અનેક રૂટો બંધ કરવામાં આવ્યા છે દરમ્યાન અમરેલીના સરંભડા ગામના યુવાન શરદ મગનભાઈ કાછડીયા શેત્રુંજી નદીમાં પૂર જોવા જતા પગ લપસી જતા પાણીના ભારે પ્રવાહમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. આકાશમાં અત્રે લખાઈ રહ્યું છે ત્યારે ભારે કાળા ડિબાગ વાદળો દેખાઈ આવે છે અને ધીમીધારે વરસાદ શરૂ છે ત્યારે તંત્ર કુદરતની લીલા સામે સાવ પાંગળુંબે બસ થઈ તમાશો જોઈ રહ્યું છે તેઓ અહેસાસ લોકો કરી રહ્યા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
