<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ઝવેરચંદ મેઘાણીની ૧૩૦મી જન્‍મજયંતીએ જન્‍મભૂમિ ચોટીલામાં મેઘાણી વંદના - સ્‍મરણાંજલિ

રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ચોટીલા નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ જાદવ, વરૂણ વનના પ્રણેતા બ્રીજભાઈ અને મીનાબેન ઠક્કરની વિશેષ ઉપસ્‍થિતિઃ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ચોટીલા તાલુકાકક્ષાના વન મહોત્‍સવ અંતર્ગત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક તથા સંગ્રહાલય તેમજ વરૂણ વન ખાતે વળક્ષારોપણ

 

 

રાજકોટ તા.૩૧: મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્‍ટ્રીય શાયરના ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલા તેવા સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, પત્રકાર અને સ્‍વાતંત્ર્ય સેનાની તથા પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણીની ૧૩૦મી જન્‍મજયંતી અવસરે એમની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) ખાતે મેઘાણી વંદના - સ્‍મરણાંજલિ કાર્યર્ક્‍મનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍યની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક તથા સંગ્રહાલય ખાતે આ પ્રેરક આયોજન કરવામાં આવેલું.

રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ ઉપરાંત ભાજપ શહેર પ્રમુખ રવિરાજભાઈ ખાચર,  નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ જાદવ અને ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર, મેરૂભાઈ ખાચર, ભૂપતભાઈ ખાચર, પ્રદીપભાઈ ખાચર, બેચરભાઈ પરમાર, વરૂણ વનના ણેતા બ્રીજભાઈ અને મીનાબેન ઠક્કર (દિલ્‍હી), શિક્ષણવિદ કિરીટસિંહ રહેવર (મામા), સંગ્રહાલયના આસી. કયુરેટર મિલનભાઈ પરમાર અને ફઝલભાઈ ચાવડા, વન વિભાગના વનરક્ષક મયુરભાઈ ગોહિલ અને વનપાલ અરૂણદીપ રવિભાણ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, ભરતભાઈ કારાણી (દુબઈ), ચિરાગભાઈ અને અતુલભાઈ કોટક, વાલજીભાઈ પિત્રોડા  સહિત મોટી સંખ્‍યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાહિત્‍ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં ઝવેરચંદ મેઘાણીનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી રાજકોટ લોકસભા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા ભાવાંજલિ અર્પણ કરી હતી. લોકગાયક અભેસિંહ રાઠોડે સ્‍વરાંજલિ અર્પણ કરી હતી. ઐતિહાસિક જન્‍મસ્‍થળમાં સ્‍થાપિત મનોરમ્‍ય મેઘાણી-ઙ્ઘતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક તથા સંગ્રહાલય તેમજ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલયની સહુએ મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ચોટીલા તાલુકાકક્ષાના વન મહોત્‍સવ અંતર્ગત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક તથા સંગ્રહાલય તેમજ વરૂણ વન ખાતે વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. માત્ર ૨૫ વર્ષની યુવા વયે આપણી વચ્‍ચેથી અણધારી વિદાય લેનાર સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે વિવિધ ક્ષેત્રોમાં અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર, મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની, દિલ્‍હી નિવાસી સ્‍વ. વરૂણભાઈ ઠક્કર (કક્કડ)ની પુણ્‍યસ્‍મળતિમાં એમના બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર પરિવાર દ્વારા વરૂણ સ્‍મળતિ અંતર્ગત ચોટીલા ડુંગર પારંપરિક પરિક્રમા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વળક્ષોનાં વરૂણ વનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ ૨૮ આઙ્ઘગસ્‍ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિર્ક્‍મ સંવત ૧૯૫૨)ના દિવસે ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્‍વાર્ટરમાં થયો હતો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્‍સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્‍ચ સંસ્‍કાર સિંચનાર હતાં ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્‍મરણો તથા સ્‍મળતિઓ જોડાયેલ છે. તેઓએ લાગણીભેર નોંધ્‍યું છે. આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્‍મ ધરવો જોઈએ. જન્‍મભૂમિ ચોટીલા ખાતે એમની પુણ્‍યસ્‍મળતિમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા સંગ્રહાલયનું રૂ. ૩૪ કરોડ તથા પુસ્‍તકાલયનું રૂ. ૦૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્‍યું છે. લોકલાગણીને પામીને ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્‍વર્ણિમ ગુજરાત અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના જે ઐતિહાસિક જન્‍મસ્‍થળને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું તેનો પણ સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારનો પિનાકી મેઘાણીએ હૃદયથી આભાર માન્‍યો હતો.

 આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન-મો.૯૮૨૫૦૨૧૨૭૯

(10:27 AM IST)