News of Thursday, 16th July 2026
રાજકોટના લોધીકા તાલુકામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ : સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો
લાંબા સમય બાદ વરસેલા આ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. લોધીકા શહેર ઉપરાંત ઇટારા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. લાંબા સમય બાદ વરસેલા આ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વરસાદથી પંથકમાં વાવેતર કરાયેલા કપાસ અને મગફળીના પાકને મોટું જીવનદાન મળશે અને પાકને ભારે ફાયદો થશે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
