તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
રાજકોટ સહિત પાંચ જીલ્લાના ૩૮ ડેમો ઉપર મેઘરાજા ઓળઘોળઃ ૧ થી ર૧ ફુટ નવા પાણીની ધોધમાર આવક
ભાદરમાં ૪ ફુટનો વધારોઃ મોરબીનો મચ્છુ-ર ડેમ એકરાતમાં ઓવરફલો... વઢવાણ ભોગાવો પણ ઓવરફલોઃ ઘોડાધ્રોઇ છલોછલઃ આજી, ન્યારીની સપાટીમાં પણ વધારો

રાજકોટ તા. રપ :.. સૌરાષ્ટ્રમાં દે ધનાધન મેઘસવારીને કારણે મેઘરાજાએ રાજકોટ સહિત પાંચ જીલ્લાના ૩૮ ડેમો ઉપર પાણીની ધોધમાર આવક કરી છે, અને સત્તાવાર આંકડા મુજબ ૩૮ ડેમોમાં ૧ થી ર૧ ફુટ જેવા નવા પાણી ઠાલવી દિધા છે. મેઘરાજા ઓળઘોળ બની ગયા હોય તેમ મોરબીનો મચ્છુ-ર ડેમ એક રાતમાં ૧૧ાા ફુટ નવુ પાણીની આવક થતા ડેમ ઓવરફલો થઇ ગયો છે.
આ ઉપરાંત રાજકોટ-જેતપુર માટે મહત્વના એવા ભાદર ડેમમાં નવા ૪ ફુટ પાણીની આવક થઇ છે, આજી-૧, ન્યારી-૧ ની સપાટી વધી છે. રાજકોટના ફોફળમાં ૮ાા ફુટ નવુ પાણી આવ્યું છે, મેઘરાજાએ મોરબીના ઘોડાધ્રોઇ ડેમને ર૪ કલાકમાં છલોછલ કરી દિધો છે, જામનગરના ફોફળ-ર માં નોંધાપાત્ર ૭ ફુટ નવુ પાણી આવ્યું છે, આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-ર ને ઓવરફલો કરી દિધો છે, તથા સબૂરી ડેમમાં ર૧ાા ફુટ નવુ પાણી આવતા જીવંત સાટી ૪.૬૦ ફુટે પહોંચી છે, રાજકોટનો લાલપરી ડેમ પણ ૮૦ ટકાથી વધુ ભરાઇ ગયો છે, જયારે અમરેલીના સાકરોલી ડેમમાં ૧૦ાા ફુટ નવા પાણીની આવક થતા આ ડેમ ૭પ ટકા ભરાઇ ગયો છે.
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની જીવંત
કલાકમાં સપાટી ફુટમાં
થયેલ
વધારો
ફુટમાં
રાજકોટ જીલ્લો
ભાદર ૪.૦૪ ૧૮.૧૦
મોજ ર.૩૩ ૩૪.ર૦
ફોફળ ૮.૬૩ ૧૭.૦૦
આજી-૧ ૦.૪૩ ર૧.૧૦
આજી-૩ ૪.૯પ ૧૬.૧૦
સૂરવો ૪.પ૯ ર૧.પ૦
ન્યારી-૧ ૦.૧૬ ૧પ.૪૦
ન્યારી-ર ૧.૩૮ ૧૩.૮૦
ફાડદંગબેટી ૧.૮૦ ૪.૭૦
ખોડાપીપર ૦.૬૬ ૭.૯૦
લાલપરી ૦.ર૬ ૧૩.૧૦
છાપરવાડી-૧ ૧.૧પ --
ાા-ર ૧૬.૪૦ ૧૦.૬૦
ભાવદર-ર ૬.૪૦ ર૩.ર૦
કર્ણુકી ૦.૬૬ ૧.૬૦
ઘેલો સોમનાથ ૦.૧૬ ૧૦.૮૦
મોરબી જીલ્લો
મચ્છુ-ર ૧૧.પ૮ ૩૩-૦
ઓવરફલો
ડેમી-૧ ૦.ર૩ ર.૦૦
,,-ર ૦.૬૬ પ.૪૦
ઘોડાધ્રોઇ ૮.૬૯ ૧૬.૦૦
છલોછલ
બંગાવડી ૧.૩૧ પ.૩૦
બ્રાહ્મણી ૭.૪૧ ૧૯.૮૦
મચ્છુ-૩ ર.૬૯ ૧પ.૩૦
જામનગર જીલ્લો
ફુલઝર-૧ ૦.ર૦ ૧૧.૦૦
સપડા ૧.રપ ૦.૮૦
વિરખી ૦.૪૯ ર.૧૦
ફોફળ-ર ૭.૦પ ૩.૧૦
વાડીસંગ ૦.૧૩ ---
રૂપારેલ ૦.૬૬ ---
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ૬.પ૯ ૧૩.ર૦
ભોગાવો-૧
રર-ર ૧.૪૪ ર૦.૦૦
ઓવરફલો
લીંબડી ૩.રર ૮.૪૦
ફલકૂ ૪.પ૯ ૯.૦૦
મોરસલ ૮.પ૬ ---
સબૂરી ર૧.૬પ ૪.૬૦
ત્રિવેણી-ડાંત્રા પ.૯૧ ૮.૯૦
લીંબડી ૦.૧૬ ૭.૧૦
ભોગાવો-ર
અમરેલી જીલ્લો
સાકરોલી ૧૦.પ૦ ૧૭.પ૦
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
