<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

ઉપલેટાના પાનેલી મોટીમાં મેઘરાજાની પધરામણી : ખેડૂતો ખુશખુશાલ : બાળકો વરસાદમાં મસ્તી કરતા નજરે પડ્યા

પાનેલી મોટી ગામમાં વરસાદી માહોલ : ખરીફ વાવણીની આશા બંધાઈ : ગામના રસ્તા પર બાળકોની કિલકારીઓ ગુંજી

( ચંદ્રેશ હિરાણી દ્વારા)મોટી પાનેલી તા.૧ :  ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામમાં આજે મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આજે ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

આજે બપોર બાદ પાનેલી મોટી ગામમાં વરસાદ શરૂ થતાં જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કપાસ અને મગફળીની વાવણીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો હવે ખેતરોમાં ઉતરી પડ્યા છે.

 

વરસાદ પડતાની સાથે જ ગામના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો ઘરની બહાર નીકળીને વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. રસ્તાઓ પર પાણી વહેતા થતાં બાળકો કાગળની હોડી બનાવીને વરસાદી પાણીમાં તરાવતા જોવા મળ્યા હતા. 

 

ગ્રામજનોએ જણાવ્યું કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી-બફારાથી રાહત મળી છે. ગામના તળાવ અને ખેતરોમાં પાણી ભરાતા ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવવાની આશા છે.

 

(4:07 PM IST)