News of Wednesday, 1st July 2026
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી: ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ
રાજકોટ શહેર તેમજ કોટડા સાંગાણી અને શાપર-વેરાવળ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ નોંધાયો છે

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી વચ્ચે સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે
રાજકોટ શહેર તેમજ કોટડા સાંગાણી અને શાપર-વેરાવળ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ નોંધાયો છે.
રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ૨-૩ દિવસ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જોકે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે
જૂનાગઢ શહેર સહિત કેશોદ, ભેંસાણ અને વંથલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહેશે અને મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ ચાલુ રહેશે.
અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે પવન અને વિજળીના કડાકા સાથે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
