<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

પોરબંદર જિલ્લાની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઇઃ ડિઝાસ્‍ટર બેઠકમાં હાજર રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯: રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા આજે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી રહયા છે.

શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ ખાપટ ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત શ્રી કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લેશે તેમજ સ્‍વચ્‍છતા અભિયાન અને વળક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થશે. ત્‍યારબાદ શ્રી રામબા બી.એડ. કોલેજની મુલાકાત લેશે.

પ્રભારી મંત્રી કુંવરજીભાઇ વિલા સર્કિટ હાઉસ ખાતે યોજાનારી ડિઝાસ્‍ટર રિવ્‍યૂ બેઠકમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની અગત્‍યની બેઠકમાં હાજરી આપશે.

જિલ્લા સેવા સદન ખાતે જ શ્રમ, કૌશલ્‍ય વિકાસ, રોજગાર  વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ સાથે કુંવરજીભાઇ મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજશે. બપોરે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ધરમપુર ખાતે આવેલી આઈટીઆઈ (ITI) અને મેડિકલ કોલેજની મુલાકાત લેશે. સાંજે રાણાવાવ ખાતે આવેલી સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ લિમિટેડ (હાથી સિમેન્‍ટ) પ્‍લાન્‍ટની મુલાકાત લેશે. ત્‍યાર બાદ મંત્રીશ્રી કુંવરજીભાઇ ત્‍યાંથી જ પોતાનો પોરબંદર જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી રવાના થશે.

(12:58 PM IST)