તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 17th April 2026
મોરબીના મહેન્દ્રનગર ગામે સગીરાનું અપહરણ.
પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા શખ્શની સામે ગુનો દાખલ કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ભરાતી બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ થયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના સરવડ ગામના અને હાલ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કામ સબબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે ભરાતી બુધવારી બજારમાં ગઇ હતી. ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તે સગીરાનું ગત તા. ૧૧-૩-૨૬ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયેલ છે.ઘરમેળે સગીરાની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા શખ્શની સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ વિ.એલ. વાઘેલા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
