News of Sunday, 26th April 2026
મોરબીના લીલાપર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સહપરિવાર કર્યું મતદાન
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આદર્શ નાગરિક તરીકે નિભાવી ફરજ; કહ્યું- "સ્થાનિક સ્વરાજ્ય એ વિકાસનો પાયો, દરેક મત મહત્વનો"; યુવા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ

મોરબી તા.૨૬: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે મોરબી જિલ્લામાં ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીના આ પવિત્ર અવસરે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબીમાં લીલાપર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગીતા નોંધાવી હતી.
26 એપ્રિલ 2026ના રોજ ધારાસભ્યશ્રીએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે નિયત મતદાન મથક પર પહોંચીને સહપરિવાર મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે પોતાની આંગળી પર શાહીનું નિશાન ગર્વભેર પ્રદર્શિત કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી.
દરેક મત વિકાસની દિશા નક્કી કરે છે
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ અને સર્વાંગી વિકાસ માટેનો પાયો છે. લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકનો મત ખૂબ મહત્વનો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, મોરબીને વધુ સુવિધાસભર અને સશક્ત બનાવવા માટે દરેક મતદારે જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
ધારાસભ્યશ્રીએ યુવા અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિત સૌને મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચવા અનુરોધ કર્યો હતો. તેમના મતદાન બાદ લીલાપર મતદાન મથક પર સ્થાનિક મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાર, વરિષ્ઠ મતદાર તથા વિવિધ સમાજના લોકોએ તેમના પરંપરાગત પરિધાન સાથે મતદાન કર્યું હતું.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
