News of Tuesday, 28th July 2026
જામનગર તાલુકાના સંચાણા ગામે નવી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુર્હુત કરતા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ
સરકારની યોજના મુજબ રૂ-૨૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નવું મકાન જરૂરી સગવડતા સાથે બનાવવા મંજુરી

જામનગર : દરેક ગામમાં ગ્રામ પંચાયત કચેરી માટે સગવડતા ભર્યું મકાન બનાવવાની રાજ્ય સરકારની યોજના છે. જેમાં જે ગામે ગ્રામ પંચાયત કચેરીનું મકાન જર્જરિત હાલતમાં છે. તેની જગ્યાએ નવું મકાન બનાવી આપવામાં આવે છે. જામનગર તાલુકાના સચાણા ગામે ગ્રામ પંચાયત કચેરીનું મકાન જર્જરિત હોય તેની જગ્યાએ નવી ગ્રામ પંચાયત કચેરી મંજુર કરવામાં આવેલ છે. સચાણા ગામની વસ્તી ૫૦૦૦થી વધુ હોય સરકારશ્રીની યોજના મુજબ રૂ/-૨૫.૦૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નવું મકાન જરૂરી સગવડતા સાથે બનાવવા મંજુરી મળેલ छ.
જે અંતર્ગત જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલએ સચાણા ગામે નવી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુર્હુત કરેલ અને આજથી જ કામ શરૂ કરેલ છે. આ ખાતમુર્હુતના કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન રાજેશભાઇ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરૂણભાઇ વસોયા, સચાણા ગ્રામ પંચાયતના સરપંચ સારાબેન કકલ. ખીજડીયા ગ્રામ પંચાયતના સરપંચ, જામનગર તાલુકા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ વિજયભાઇ મકવાણા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
