<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

આટકોટના સાણથલી ગામના વેપારીની જમીનનો વ્‍યાજખોરોએ દસ્‍તાવેજ કરાવી લીધોઃ ૪ સામે ફરિયાદ

 

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૪: આટકોટના સાણથલી ગામના વેપારીની ખેતીની જમીનનો બળજબરીપૂર્વક દસ્‍તાવેજ કરાવી લેનાર ૪ વ્‍યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગીરધરભાઇ જીવરાજભાઈ પાધરા ધંધો વેપાર રહે. સાણથલી, દુધેશ્વર મંદિર પાછળ, તા. જસદણએ આરોપી (૧) ભગુભાઇ વલકુભાઇ જેબલીયા, (૨) પ્રતાપભાઇ ભગુભાઇ જેબલીયા, (૩) રાજુભાઇ ભગુભાઇ જેબલીયા રહે ત્રણેય સાણથલી તથા (૪) ભરતભાઇ વીસાભાઇ સાપરા રહે. જસદણ સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓ પાસે નાણાં ધીરધાર કરવા લાયસન્‍સ/નોંધણી ન હોવા છતાં આરોપીઓએ સને ૨૦૧૭ માં  ફરિયાદીને રૂ.૧,૫૦,૦૦૦/ માસિક ૩ટકા વ્‍યાજના દરે નાણાં ધીરાણ આપી, ફરીયાદી દ્વારા વ્‍યાજ ભરપાઇ ન કરતા આરોપીઓએ ફરિયાદીને તથા તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીની જસદણ તાલુકાના સાણથલી ગામની રેવન્‍યુ સર્વે નંબર ૩૪૫ પૈકી ૧ પૈકી હે.આર.ચો.મી. ૦ ૪૦ ૪૭ વાળી જમીન આવેલ હોય જે જમીનનો બળજબરી પુર્વક વેચાણ દસ્‍તાવેજ સીકયુરીટી પેટે કરાવી લઇ, રૂપીયા પાછા આપીએ વેચાણ દસ્‍તાવેજ પરત કરી દેવાની ખાત્રી આપેલ, જેથી આરોપી નંબર ર નાએ આરોપી નંબર ૪ સાથે સંપર્ક કરાવી તેઓ પાસેથી વ્‍યાજવા રૂપીયા ૭,૦૦,૦૦૦/ માસીક ત્રણ ટકાના દરે આપવાની વાત કરી ફરીયાદીની જમીનનો વેચાણ દસ્‍તાવેજ કરી રૂ. ૧,૫૦,૦૦૦/ આપી બાકીની રકમ ન આપી, આરોપી નંબર ૪ ને ફરીયાદીએ સીકયુરીટી પેટે આપેલ જમીન આરોપી નંબર ૨ ને ફરીયાદીની કોઇપણ પ્રકારની મંજુરી વગર બારોબાર વેચાણ દસ્‍તાવેજ કરી, ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્‍વયે આટકોટ પોલીસે ઉકત ચારેય વ્‍યાજખોરો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.આઇ. આર.એમ. રાઠોડ ચલાવી રહયા છે.

(11:27 AM IST)