<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

મોરબીમાં વીમાકંપનીએ ગ્રાહકને વીમો આપવાની ના પાડી, ગ્રાહક સુરક્ષા મંડળે વ્યાજ સહીત રકમ અપાવી.

કોર્ટ વીમા કંપનીને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજ અને રૂપિયા પાંચ હજાર ખર્ચના આપવા હુકમ કરેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારા તાલુકાના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાને એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યુરન્સએ વીમો આપવાની ના પાડતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં કોર્ટ વીમા કંપનીને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજ અને રૂપિયા પાંચ હજાર ખર્ચના આપવા હુકમ કરેલ છે.

      આ કેસની વિગત એવી છે કે ટંકારા તાલુકાના રાજાવડ ગામના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાનો એસ.બી.આઈ.લાઇફ ઇન્સ્યોરન્સનો પ્રધાનમંત્રી જીવન જયોત યોજનાઓનો વીમો હતો.જેમાં રમેશભાઈનુ હાર્ટ એટેકથી મરણ થતા જશીબેનને મળતા બે લાખ વીમા કંપનીએ સામાન્ય કારણ જશીબેન અને જયોત્સનાબેનના નામને લીધે વીમો આપવાની ના પાડતા જશીબેનએ મોરબી શહેર-જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેશ દાખલ કરતા નામદાર કોર્ટે એસ.બી.આઇ.લાઇફ ઇન્સ્યોરન્સને રૂપિયા બે લાખ ૯ ટકાના વ્યાજે સાથે તા.૯-૧-૨૭ થી ચુકવવા અને ૫૦૦૦ ખર્ચ પેટે મંજુર કરેલ છે.ગ્રાહકને કોઇપણ અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હિતેશભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે

(10:41 PM IST)