<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓએ વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નખાયેલ વિકાસના પાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વેગ આપી રહ્યા છે,ગુજરાત ભારતની વિકાસયાત્રાનું એન્જિન : મોરબી જિલ્લા ભાજપ

(પ્રવીણ વ્યાસ-જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી-ટંકારા તા.૧ : 1 મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

 

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી ગજેન્દ્રભાઇ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી શ્રી નિર્મલભાઇ જારીયા, તેમજ મહામંત્રીઓ શ્રી તપનભાઈ દવે અને શ્રી ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આપણું ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર એક આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે ડંકો વગાડ્યો છે.

 

ગુજરાત વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહીને ભારતની વિકાસયાત્રાનું એન્જિન સાબિત થયું છે, જેનો શ્રેય દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય છે. પદાધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મક્કમ નેતૃત્વમાં ગુજરાતમાં જે વિકાસનો મજબૂત પાયો નખાયો છે, તેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર વેગવંતી બનાવી આગળ ધપાવી રહી છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે.

 

મોરબી જિલ્લો પણ ગુજરાતની આ વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો છે. સ્થાપના દિવસના આ પાવન અવસરે ભાજપના આગેવાનોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ગુજરાતને હજુ વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે સંગઠન અને સરકાર ખભેખભા મિલાવીને કાર્યરત રહેશે. તમામ ગુજરાતીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામે તેવી મોરબી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રભુ ચરણે પ્રાર્થના કરવામાં આવી છે.તેમ ભાવેશ કાનાણી, મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જની યાદીમાં જણાવાયું છે.

(11:48 AM IST)