<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મોરબીના પિતા-પુત્રએ કર્યું અનેક વખત રક્તદાન, અંગદાનનો સંકલ્પ કરી નવી રાહ ચીંધી.

યોગેશભાઈ વૈશ્નાણી અને કાંતિલાલ કે વૈશ્નાણી દ્વારા અનુક્રમે ૬૫ વખત અને ૧૧૭ વખત રક્તદાન કરવામાં આવ્યું છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના પિતા અને પુત્રએ અનેક વખત રક્તદાન કરી માનવતા મહેકાવી છે હવે અંગદાનનો સંકલ્પ કરી સમાજને નવી રાહ ચીંધી છે અંગદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા પિતા અને પુત્રએઅંગદાનનો સંકલ્પ કર્યો છે. 

મોરબીના રહેવાસી યોગેશભાઈ વૈશ્નાણી અને કાંતિલાલ કે વૈશ્નાણી દ્વારા અનુક્રમે ૬૫ વખત અને ૧૧૭ વખત રક્તદાન કરવામાં આવ્યું છે સમયાન્તરે તેઓ રક્તદાન કરી અનેક માનવ જિંદગીને નવજીવન આપી ચુક્યા છે તે ઉપરાંત અંગદાન કરવાથી અનેક લોકોને નવું જીવન મળી સકે છે તેવા શુભ આશયથી યોગેશભાઈ અને કાન્તિલાલ દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

(12:55 AM IST)