News of Sunday, 12th July 2026
મોરબી-માળિયા હાઈવે પર હાઈવે ઓથોરીટીએ મસમોટા ખાડા કરી નાખ્યા, અકસ્માત થશે તો જવાબદાર કોણ ?

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી :મોરબી-માળિયા હાઈવે પર હાઈવે ઓથોરીટી દ્વારા મસમોટા ખાડા કરવામાં આવ્યા છે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ કોઈ સેફટીની વ્યવસ્થા નથી જેથી રાત્રીના અંધકારમાં અકસ્માત કે જાનહાની માટે જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે
અગાઉ મોરબીના ટીંબડી ગામ આગળ આવેલ સોસાયટીના મુખ્ય ગેટ સામે ખાડા કરી નાખવામાં આવ્યા હતા અને સોસાયટીમાં જવાનો એકમાત્ર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી સ્થાનીકોમાં રોષ ભભૂક્યો હતો તો હવે મોરબી-માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ નજીક હાઈવે પર રોડ સાઈડમાં ખાડા ખોદવામાં આવ્યા છે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વરસાદી પાણીના નિકાલ હેતુ ખાડા કરવામાં આવ્યા છે પરંતુ કોઈપણ જાતના સેફટીની વ્યવસ્થા કરી નથી અને જાનહાની માટે જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન છે તો હાઈવેના ઇન્ચાર્જ રવિભાઈ નામની વ્યક્તિ સાથે વાતચીત કરતા તેઓએ ઉડાઉ જવાબ આપ્યાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
