News of Friday, 24th July 2026
ચોમાસામાં પૂર અને વાવાઝોડા જેવી કટોકટી સામે મોરબી મહાનગરપાલિકા સજ્જ : નાગરિકો માટે ૨૪ કલાક કાર્યરત 'આપત્તિ વ્યવસ્થાપન કક્ષ'ના કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયા
આપત્તિના સમયે મોરબીવાસીઓ ૦૨૮૨૨-૨૨૦૫૫૨ અને ૨૨૦૫૫૩ પર ત્વરિત સંપર્ક સાધી મેળવી શકશે જરૂરી સહાય : ચોમાસાની સીઝનને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા પૂર્વતૈયારીઓ પૂરી કરાઈ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: ચોમાસાની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સંભવિત પૂર, અતિભારે વરસાદ કે વાવાઝોડા જેવી કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિશેષ 'આપત્તિ વ્યવસ્થાપન કક્ષ' (ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે.
આ કંટ્રોલ રૂમ ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે, જેથી કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં મોરબીના નાગરિકોને ત્વરિત મદદ પૂરી પાડી શકાય. મહાનગરપાલિકા દ્વારા આપત્તિ સમયે નાગરિકોની સુવિધા માટે ખાસ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
નાગરિકો ચોમાસા દરમિયાન પૂર કે અન્ય આપત્તિના સમયે ૦૨૮૨૨-૨૨૦૫૫૨ તથા ૦૨૮૨૨-૨૨૦૫૫૩ પર સીધો સંપર્ક કરી શકશે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નાગરિકોને ઈમરજન્સીના સમયે આ નંબરોનો ઉપયોગ કરવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
