<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ દ્વારા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયજી (I.P.S.)નું સન્માન.

ક્લબના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો, શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા

 

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી ન્યુમિસ્મેટિક ક્લબના સંસ્થાપક ચેરમેન એડવોકેટ મિતેષ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે તથા સભ્ય કિશોરભાઈ લોખીલ દ્વારા રાજકોટ પોલીસ મહાનિરીક્ષક કચેરી ખાતે જાંબાઝ, સિંઘમ અને ઈમાનદાર છબી ધરાવતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયજી – IPS નું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. 
આ તકે ક્લબના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો, શ્રીમદ્ ભગવદ્ ગીતાજી અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સાથે સાથે મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ અને સંસ્કાર ભારતી, મોરબી દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક, સામાજિક અને વિરાસત સંરક્ષણની પ્રવૃત્તિઓથી સાહેબશ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આઈ.જી. નિર્લિપ્ત રાયજીએ મોરબી ન્યુમિસ્મેટિક ક્લબના સંસ્થાપક ચેરમેન એડવોકેટ શ્રી મિતેષ દવેની ૬ વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ સહિત અતુલ્ય વિરાસત આઈડેન્ટિટી એવોર્ડ ૨૦૨૬ સુધીની સફરને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા સંસ્કૃતિ અને સંસ્કારલક્ષી કાર્યો વધુ વેગથી કરવા બદલ શુભકામનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

(12:49 AM IST)