તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મોરબી : વધતી મોંઘવારી અને નકલી ભેળસેળ યુક્ત વસ્તુના વેચાણ પર પ્રતિબંધની માંગ સાથે “આપ” નું આવેદન.
ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થતા પરિવારોનું ઘર ચલાવવું મુશ્કેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી આમ આદમી પાર્ટી દ્વારા બેફામ વધતી મોંઘવારી અને નકલી ભેળસેળ યુક્ત વસ્તુઓના વેચાણ પર નિયંત્રણ લાદવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતું ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
એક તરફ મોંઘવારીનો માર છે, તો બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે.
નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવે. મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ જનહિતના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી જનતાને રાહત અપાવવામાં આવે એવી માંગણી સાથે આમ આદમી પાર્ટી મોરબીએ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને ડામવા ગુજરાત સરકારને અપીલ કરી હતી.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
