<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

મોરબી વોર્ડ નં 6 અપક્ષ ઉમેદવાર સીતાબા અનોપસિંહ જાડેજાનુ ચુંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયુ.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીનું સીતાબાને જાહેરમાં ખુલ્લુ સમર્થન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વોર્ડ નં 6 માંથી દૂરબીનના નિશાન અને ક્રમાંક નુ 12 પર ચુંટણી લડી રહેલા પાલિકા પૂર્વ પ્રમુખના પત્ની અને પૂર્વ સુધરાઈ સભ્ય સીતાબા જાડેજાના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે વોર્ડ નં 6 માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા શક્તિ અને વોર્ડ નં  ના આગેવાનો દ્વારા રીબીન કાપી કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારે તાલીઓના ગળગળાટ અને ભારત માતાકી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
કોઈ નેતા નહી પણ વોર્ડ નં 6 ની તમામ શેરી, ગલીઓ, વિસ્તારમાંથી  આવેલા યુવાનો, વડીલો અને બહેનો તમામ વર્ગ, 18 વરણના લોકોએ પોતાના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, સીતાબા, અનોપસિંહ લોકોની વચ્ચે રહેનારા, તમામ લોકોના કામ કરનારા ખરા અર્થમાં લોકસેવક છે. 40 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અનોપસિંહ જાડેજાને 108 સાથે સરખાવી કામ પડે ત્યારે હાજર  થતા હોવાનું જણાવી ઉપસ્થિત તમામ લોકોને સીતાબા જાડેજાને મત આપવા તેમજ તમામે વોર્ડ નં 6 માં રહેતા તેમના સગા, સબંધીના પાંચ મત અપાવી કર્મઠ સીતાબા અનોપસિંહ જાડેજાને જંગી લીડથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી, અને લોકોએ પણ ખુલ્લુ સમર્થન આપતા હોય તેમ આ અપીલને વધાવી લીધી હતી.
અનોપસિંહ જાડેજાએ પણ વોર્ડ નં 6 ના અધુરા તમામ કામો પુરા કરવાનું જણાવ્યુ હતુ. અને તેમની આ છેલ્લી ચુંટણી હોવાની અને હવે પછી ચુંટણી નહી લડવાની જાહેરાત કરી હતી

(12:03 AM IST)