<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ગોંડલના મોટા દડવા ગામે માતાએ પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૬ :  ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે પરણિતાએ અગમ્‍ય કારણોસર પોતાની માશુમ પુત્રી સાથે કુવામાં જંપલાવી આપઘાત કર્યો હતો. બનાવ ને પગલે મોટા દડવામાં શોકની લાગણી ફેલાઇ છે. બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગત મુજબ મોટાદડવા રહેતા અને કડીયાકામ કરી જીવન નિર્વાહ કરી રહેલા અરવિંદભાઈ કાળુભાઇ છાપરાનાં પત્‍નિ નેહલબેન ઉ.૩૦ તેની પુત્રી દેવાંગી સોમવાર સવારે ઘરે થી ચાલ્‍યા ગયા હતાં. તેનાં પતિ અરવિંદભાઈ તથા અન્‍ય સબંધિઓ એ માતા-પુત્રીની મોડી રાત સુધી શોધખોળ કરી હતી. પરંતુ કયાંય મળી આવ્‍યાં ના હતાં. દરમિયાન  મોટા દડવાનાં રામજી મંદિર નજીક આવેલા કુવામાં માતા-પુત્રીનાં મળતદેહ નજરે પડતા તેમનાં પતિ અરવિંદભાઈને જાણ કરાતા દોડી આવેલા અરવિંદભાઈ એ કુવા માં પત્‍નિ અને માશુમ પુત્રીનાં મળતદેહ જોતા હતપ્રત બન્‍યાં હતાં. બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલી ફાયર ટીમે કુવાનાં પાણીમાંથી માતા તથા પુત્રીનાં મળતદેહ બહાર કાઢયા હતા. બાદમાં ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ ખસેડ્‍યા હતાં.

અરવિંદભા નાં માતા-પિતાનું અવસાન થતા તે પત્‍નિ નેહલબેન તથા પુત્રીનાં પરીવાર સાથે રહેતા હતા. સંતાનમાં ચાર વર્ષની પુત્રી દેવાંગી એક માત્ર હતી. નેહલબેનનું માવતર ગોંડલનું ખાંડાધાર છે. પત્‍નિ અને પુત્રીની અકળ વિદાયથી અરવિંદભાઈ એકલા પડી ગયા છે. કયા કારણોસર માતાએ પુત્રી સાથે આત્‍મઘાતી પગલું ભર્યુ તે વિગતો જાણવાં પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

(1:18 PM IST)