<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કચ્‍છ સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચૂંટણીમાં ભાજપના વિજયને વધાવતા સાંસદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: કચ્‍છ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભાજપના વિજયની ખુશાલી વ્‍યક્‍ત કરી મતદારોનો આભાર માનતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્‍યું હતું કે આ જીત ઉમેદવારોનો કાયમી લોકસંપર્ક, લોકો સાથે સુખ-દુઃખના સંબંધો અને લોકોના પ્રશ્‍નોને સદૈવ વાચા આપતી ભાજપની નીતિની જીત છે.

સાંસદશ્રીએ તમામ કાર્યકરો અને સંગઠનને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે કહ્યું કે જનતાએ લોકશાહીની પરંપરાને જીવંત રાખી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જીત અને કાર્યકરોનો ઉત્‍સાહ નોંધપાત્ર રહ્યો છે.

શ્રી ચાવડાએ જણાવ્‍યું કે ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્‍યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ સૌએ ઉત્‍સાહ અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારોને માર્ગદર્શન અને ઙ્કેરણા પૂરી પાડી હતી. સંગઠનની એકજૂટતા અને કાર્યકરોની મહેનતના કારણે કચ્‍છમાં ભાજપને મોટી સફળતા મળી છે. સાંસદશ્રીએ મતદારોનો આભાર માનતા કહ્યું કે જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.

(10:11 AM IST)