<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

કચ્‍છના વ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂતોની ૫૦૦ કિ.મી.ની ન્‍યાય યાત્રાનો પ્રારંભ

જેતપર ખાતે ચાલતા ખેડુત આંદોલનને ખુલ્‍લુ સમર્થનઃ પાલભાઈ આંબલીયા, જિગ્નેશ મેવાણી અને મહેશ રાજકોટિયા સહિતના નેતાઓની આગેવાનીમાં યોજાશે પદયાત્રાઃ જેતપરના ખેડૂત આંદોલનને જાહેર કરાયું સમર્થન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૬: ખેડૂતોના હકો અને અધિકારો માટે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ૨૬ જૂનના રોજ કચ્‍છના રાપર તાલુકાના વ્રજવાણીથી દેવભૂમિ દ્વારકા સુધીની ૫૦૦ કિલોમીટર લાંબી ખેડૂત હક અધિકાર પગપાળા ન્‍યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પદયાત્રા ૨૬ જૂને સવારે ૯ કલાકે વ્રજવાણી ગામથી શરૂ થશે અને કચ્‍છથી નીકળી મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દ્વારકા પહોંચશે. આ યાત્રામાં પાલભાઈ આંબલીયા, મહેશ રાજકોટીયા, ધારાસભ્‍ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ અને જયેશ પટેલ મુખ્‍ય ભૂમિકામાં રહીને નેતૃત્‍વ કરશે. દ્વારકા પહોંચીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કિસાન ધ્‍વજ અર્પણ કરવામાં આવશે.

આ પદયાત્રાના આયોજકો દ્વારા સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે, મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જે લોકશાહી અને શાંતિપૂર્ણ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેને સંપૂર્ણ બંધારણીય અને કાનૂની સમર્થન છે. સમગ્ર નેતૃત્‍વ જેતપરના ખેડૂતોની પડખે ઉભું છે.

ખેડૂતની લેખિત પૂર્વ સંમતિ વિના ખેતરમાં એક પણ વીજલાઈનનો થાંભલો કે ટાવર ઉભો ન કરવામાં આવે (કલમ 300-A મુજબ ) જમીન સંપાદન કાયદો ૨૦૧૩ મુજબ ખેડૂતોને જમીનની માર્કેટ વેલ્‍યુના ૪ ગણા વળતરની ચુકવણી ફરજિયાત કરવામાં આવે. ઇન્‍ડિયન ઇલેક્‍ટ્રિસિટી એક્‍ટ ૧૮૮૫ અને ઇન્‍ડિયન ટેલિગ્રાફ એક્‍ટ ૧૮૮૫ની કલમ ૧૦ અને ૧૬નું ચુસ્‍તપણે પાલન થાય.

ખેડૂતો સાથે પારદર્શક ચર્ચા અને વળતર માટે ૩૦ દિવસમાં સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવે. જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની તમામ કાયદેસર માંગણીઓ તાત્‍કાલિક સ્‍વીકારવામાં આવે અને તેમના પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે.

છેલ્‍લા ૫ વર્ષમાં વીજલાઈન અને અન્‍ય પ્રોજેક્‍ટમાં ખેડૂતો સાથે થયેલા અન્‍યાયની તપાસ માટે હાઈકોર્ટના સિટિગ જજની અધ્‍યક્ષતામાં લ્‍ત્‍વ્‍ ની રચના કરવામાં આવે.

નેતાઓએ જણાવ્‍યું છે કે, આ લડાઈ ગુજરાતના ૬૦ લાખ ખેડૂત પરિવારોના ભવિષ્‍યની છે અને જ્‍યાં સુધી કાયદા મુજબ ખેડૂતોને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી આ લડત ચાલુ રહેશે. મહેશ રાજકોટીયા વતી તમામ ૩૩ જિલ્‍લાના ખેડૂતો, યુવાનો અને નાગરિકોને આ ન્‍યાય યાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

(11:41 AM IST)