<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જસદણમાં બલવીરભાઇ ધાંધલ ઉપર ખૂની હુમલો

દિનેશભાઇ ગીડા કુહાડી સાથે તૂટી પડયાઃ ઇજાગ્રસ્‍ત બલવીરભાઇએ દિનેશભાઇની બાજુમાં પ્‍લોટ ખરીદી દુકાનો બાંધી ઉંચા ભાવે વેચી દેતા હુમલો

રાજકોટ તા. પઃ જસદણમાં મકાનની બાજુમાં પ્‍લોટ ખરીદી તેના ઉપર દુકાનો બાંધી ઉંચા ભાવે વેચાણ કરી દેનાર યુવાન ઉપર કુહાડીથી ખુની હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ બલવીરભાઇ દિનેશભાઇ ધાંધલ ઉ.વ. ૩૭, ધંધો પ્રા. નોકરી રહે. જસદણ ભાદર મેઇન રોડ, આંબેડકર ભવનની બાજ

માં, તા. જસદણએ આરોપી દિનેશભાઇ રામભાઇ ગીડા રહે. જસદણ ભાદર મેઇન રોડ ક્રિષ્‍ના ઓટો ગેરેજની બાજુમાં તા. જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપીના રહેણાંક મકાનની બાજુમાં આવેલ જમીન ખરીદી કરી તેમાં ત્રણ દુકાનોનું બાંધકામ કરી તેને ઉંચા ભાવમાં વેંચી દેતા આરોપીને ફરીયાદી પ્રત્‍યે ઇર્ષ્‍યા થતા ફરીયાદી પોતાનું બાઇક ઉભું રાખી તેની ઉપર બેસેલ ત્‍યારે આરોપીએ પાછળથી આવી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે અચાનક લોખંડની કુહાડી વડે માથામાં તથા જમણા કાન તથા જમણા હાથના ખંભામાં એમ વારાફરતી ત્રણ ઘા મારી ફરીયાદીને માથાના પાછળના ભાગે, જમણા કાન તથા જમણા હાથના ખંભામાં ઉપર અને ખંભાની પાછળના ભાગે ટાંકા આવેલ તથા જમણા હાથના ખંભામાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે આરોપી દિનેશભાઇ સામે હત્‍યાની કોશિષનો ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(1:15 PM IST)