<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

મુસ્‍કાન વેલફેર સોસાયટી, મોરબી બની સહારોઃ લકવાગ્રસ્‍ત બહેનને મળ્‍યું નવી આશાનું કિરણ

જે રડતા ચહેરા પર હાસ્‍ય લાવે, તેનું નામ છે ‘મુસ્‍કાન'... અને રસ્‍તા પર સંઘર્ષ કરતા વ્‍યક્‍તિને ગળે લગાવી સહારો આપે, તેનું નામ પણ ‘મુસ્‍કાન' જ છે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૧: મુસ્‍કાન વેલફેર સોસાયટી મોરબીની ટીમની નજર એક એવા બહેન પર પડી, જે લકવાના ગંભીર રોગથી પીડાઈ રહ્યા હતા અને ખૂબ જ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં જીવન વિતાવી રહ્યા હતા. તેમની સ્‍થિતિ જોઈ ટીમના દરેક સભ્‍યનું હૃદય દ્રવી ઉઠ્‍યું. એ જ ક્ષણે મુસ્‍કાન પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્‍યું કે આ બહેનને ફરીથી સન્‍માન અને સહારાભર્યું જીવન જીવવામાં મદદરૂપ થવું છે.

ગૌરવની વાત એ છે કે માત્ર ૨ દિવસની અંદર જ એટલે કે તા. ૯ મેના રોજ બહેનને વ્‍હીલચેર ભેટ આપવામાં આવી. જ્‍યારે તેમના ચહેરા પર રાહત અને ખુશીની ‘મુસ્‍કાન' દેખાઈ, ત્‍યારે એવું લાગ્‍યું કે અમારી સંસ્‍થાનું નામ સાચે જ સાર્થક બન્‍યું. મુસ્‍કાન વેલફેર સોસાયટી હંમેશા માનવસેવાના માર્ગ પર કાર્યરત રહી છે અને આગળ પણ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશા અને સહારો લાવવાનો પ્રયત્‍ન કરતી રહેશે.

(12:02 PM IST)