<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ધોરાજીથી સુરત જતી મુસ્લિમ શેખ પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડ્યો હોવાનુ ખુલ્યુ : લગ્નની ખુશીમાં માતમ : જુઓ વિડીયો

ધોરાજીના શેખ પરિવારની ખાનગી બસ શાદી માટે જાન લઈને સુરત જતી હતી ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત થતા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

( કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૦ : ધોરાજીથી સુરત જતી મુસ્લિમ શેખ પરિવારની લગ્નની જાનની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ધોરાજીના શેખ પરિવારની ખાનગી બસ સાદી લગ્નની જાન લઈને સુરત જઈ રહી હતી, તે દરમિયાન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ થતા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે.

લગ્નની ખુશીમાં સુરત જઈ રહેલા શેખ પરિવારમાં આ અકસ્માતના સમાચાર મળતા જ માતમ છવાઈ ગયો છે. જાનમાં જઈ રહેલા અન્ય લોકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:15 PM IST)