News of Monday, 26th October 2026
સાવરકુંડલામાં બીમાર ગાયોની સારવારના લાભાર્થે નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા ‘પીળા પતંગિયા શરદોત્સવ'
ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના ઉપસ્થિતઃ ભવ્ય સ્ટેજ ૫૦૦ ફૂટની LED સ્ક્રીન અને લાઈવ DJ આધુનિક થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યુ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૬: સાવરકુંડલા શહેરમાં ગુજરાતી સંસ્કળતિ, પરંપરા અને ગરબાની ભવ્યતાને ઉજાગર કરવાના હેતુથી ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા ‘પીળા પતંગિયા શરદોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શરદોત્સવને યાદગાર બનાવવા માટે આયોજકો દ્વારા આધુનિક ટેકનોલોજી, આકર્ષક સજાવટ, ભવ્ય સ્ટેજ અને વિશેષ સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, નગરજનો અને ગરબાપ્રેમીઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.
‘પીળા પતંગિયા શરદોત્સવ'માં ભવ્ય સ્ટેજ,૫૦૦ ફૂટની LED સ્ક્રીન, અને લાઈવ DJ આધુનિક થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ બન્યાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આકર્ષક દૃશ્યાવલિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ગરબા સ્થળને વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ શરદોત્સવમાં આધુનિક સુવિધાઓ અને પરંપરાગત ગરબાનો સમન્વય જોવા મળ્યો હતો. આવા સાંસ્કળતિક આયોજનો દ્વારા યુવાનોમાં પરંપરા પ્રત્યે ગૌરવ, સંગઠનભાવના અને ગુજરાતી લોકસંસ્કળતિ પ્રત્યેનો લગાવ વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમરેલી જિલ્લા જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરિયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, લીલીયા તાલુકા ભાજપના આનંદભાઈ ધાનાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા તથા સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પ્રમુખ દક્ષાબેન મહીડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, અમરેલી જિલ્લા તેમજ સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો, ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં નગરજનો કાર્યક્રમમાં જોડાયા હતા.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
