News of Thursday, 5th November 2026
ગોંડલના દેરડી કુંભાજીના નયન દાફડાએ જીપીએસસી પરીક્ષા પાસ કરીઃ ડીવાયએસપી તરીકે પસંદગી
કડિયા કામની મજૂરી કરીને માતા-પિતા બંનેએ દીકરીને પણ ડોક્ટર સુધી ભણાવીઃ દેરડી કુંભાજી ગામ તથા દાફડા પરિવારનું ગૌરવ

(અશોક પટેલ દ્વારા) મોવિયા, તા.૫: દેરડી કુંભાજી ગામના નયન રાઘવભાઈ દાફડાએ જીપીએસસી પરીક્ષા પાસ કરીને ક્લાસ વન ડીવાયએસપી તરીકે પસંદગી પામવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. દેરડી કુંભાજી ગામના રાઘવભાઈ દાફડાએ કડિયા કામની મજૂરી કરીને માતા-પિતા બંનેએ દીકરીને ડોક્ટર સુધી ભણાવી અને નયનને નિરમા કોલેજમાં અભ્યાસ કરાવીને એન્જિનિયર બનાવવામાં મહેનત કરી હતી. આ સિદ્ધિ બદલ ગામલોકો દ્વારા માતા-પિતાને તથા નયનને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
