News of Monday, 6th July 2026
જેતપર ખેડુત આંદોલન છાવણીમાં ઉપવાસી નેહુલ અમળતીયાની તબિયત લથડતા ICUમાં ખસેડાયા બાદ ડોક્ટરની સલાહથી કરાવ્યા પારણા
નેહુલ અમળતિયા રાત્રે ૧૧ વાગ્યે બેભાન થતા પ્રથમ જેતપર અને ત્યારબાદ ૧૦૮ મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયાઃ કિડની અને લીવર પર સોજા હોવાનું નિદાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૬: ઉપવાસ છાવણીમાં બેઠેલા નેહુલ અમળતિયાની તબિયત ગત રાત્રે અચાનક લથડી હતી. રાત્રે આશરે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ ઉપવાસ છાવણીમાં જ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક અસરથી જેતપરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પારણા કરાવાયા હતા.
જેતપર હોસ્પિટલના ડૉક્ટરોએ નેહૂલ અમળતિયાની -ાથમિક તપાસ બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તેમને મો૨બી લઈ જવાની સલાહ આપી હતી. આથી, તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાતોરાત તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નેહુલ અમળતિયા ક્રિષ્ના હોસ્પિટલના ICUમાં સઘન સારવાર હેઠળ છે.
ક્રિષ્ના હોસ્પિટલના ડૉક્ટરોના રિપોર્ટ અને જણાવ્યા અનુસાર, ઉપવાસના કારણે નેહુલ અમળતિયાની કિડની અને લીવર પર સોજા આવી ગયા છે. તબીબોએ તેમના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે પારણા કરવાની કડક સલાહ આપી હતી. શરૂઆતમાં તેઓ પારણા કરવા માટે સંમત ન હતા અને પોતાનો વિરોધ ચાલુ રાખવા મક્કમ હતા, પરંતુ સાથે રહેલા અન્ય ૨૦ થી ૨૫ ખેડૂતો અને મિત્રો દ્વારા સમજાવટ બાદ, તારીખ ૦૬-૦૭-૨૦૨૬ ના રોજ મળસ્કે ૨.૪૫ વાગ્યે ક્રિષ્ના હોસ્પિટલમાં જ તેમને સમજાવીને જ્યુસ પીવડાવીને પારણા કરાવવામાં આવ્યા છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
