News of Wednesday, 4th November 2026
જુનાગઢમાં ફટાકડા ફોડવા મુદે વૃધ્ધા, તેની પુત્રવધૂને પાડોશીએ માર માર્યો
ર શખ્સે ઘર ઉપર પણ હૂમલો કરી નૂકસાન પહોંચાડ્યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૪: ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતા જેબુનબેન હાસમભાઈ પડાયા (ઉ.વ. ૬૫)ની ફરીયાદ મુજબ મંગળવારે રાત્રીના સુમારે રાજુ મકવાણા રબારી અને નીતાબેન પરમારે ફટાકડા ફોડવા અને કબૂતરને ચણ નાંખવાની અદાવતનું મનદુઃખ રાખી ઘરની ડેલીમાં આવી ધમાલ મચાવી હતી. શખ્સોએ ઓશરીમાં પડેલી ઘઉંની કોઠી તથા તેના પર રહેલ કબૂતરની ચણની કોઠીમાં લાકડાના ધોકા મારી નુકસાન કર્યું હતું અને રસોડાની બારીનો કાચ તોડી નાખ્યો હતો.
જ્યારે વળધ્ધા અને તેની પુત્રવધૂ ઘરની બહાર આવ્યા, ત્યારે આરોપીએ ગાળો કાઢી કાઢી રાજુ મકવાણાએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાથી જેબુનબેનને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વળદ્ધાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તાલુકા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
