તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 19th June 2026
જેઠી બીજના પવિત્ર દિવસે ઈશ્વરિયા ગામથી નવું સાપ્તાહિક પ્રકાશન ‘આલેખન ગુજરાત’ શરૂ કરાયું : વડીલ બંધુ નરેશભાઈ પંડિતના હસ્તે પ્રથમ અંકનું કરાયું વિમોચન
ભાવનગર જિલ્લાના પત્રકાર અને તસવીરકાર મૂકેશ પંડિત દ્વારા શરૂ કરાયેલા સાપ્તાહિકનો પ્રથમ અંક નીલકંઠ મહાદેવના ચરણે ધરાયો : ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત ગ્રામજનોએ પાઠવી શુભકામનાઓ

ઈશ્વરિયા : ભાવનગર જિલ્લાના જાણીતા પત્રકાર અને તસવીરકાર મૂકેશ પંડિત દ્વારા એક નવી શૈક્ષણિક અને માહિતીસભર પહેલના ભાગરૂપે ‘આલેખન ગુજરાત’ સાપ્તાહિક પ્રકાશનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જેઠ સુદ બીજ એટલે કે જેઠી બીજનાં મહિમાવંત અને પવિત્ર દિવસે મંગળવારે ઈશ્વરિયા ગામ ખાતે એક સાદા અને ગરિમાપૂર્ણ ઉપક્રમ સાથે આ સાપ્તાહિક પ્રકાશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે તંત્રી મૂકેશ પંડિતના વડીલ બંધુ નરેશભાઈ પંડિતના વરદહસ્તે ‘આલેખન ગુજરાત’ ના પ્રથમ અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રકાશનના પ્રારંભે અંકની સફળતા માટે પ્રથમ પ્રત નીલકંઠ મહાદેવના ચરણે ધરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
‘આલેખન ગુજરાત’ સાપ્તાહિક પ્રકાશનના આ મંગળ પ્રારંભ બદલ ઈશ્વરિયા ગામ સહિત સમગ્ર પંથકના ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ, વરિષ્ઠ પત્રકારો તેમજ ગ્રામજનો, મિત્રો અને શુભચિંતકો દ્વારા તંત્રી અને તેમની ટીમને વ્યાપક પ્રમાણમાં અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આ નવું સાપ્તાહિક આગામી સમયમાં લોકપ્રશ્નો અને પ્રાદેશિક અહેવાલોને વાચા આપવામાં મહત્વનું માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
