તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભાવનગરમાં નૂતન વર્ષ સ્નેહમિલન યોજાશે
કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરશે.

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પાવન અવસરને અનુલક્ષીને ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરશે.
આ કાર્યક્રમ તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૪ થી સાંજે ૬ કલાક દરમિયાન અધેવાડા સ્થિત જગાભાઈ ગોપનાથવાળા હોટેલ, ભાવનગર ખાતે યોજાશે.
આ સ્નેહમિલન પ્રસંગે કાર્યકરો, આગેવાનો, શુભેચ્છકો તથા નગરજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
