News of Monday, 29th June 2026
જામનગર ‘અકિલા’ કાર્યાલયની મુલાકાતે કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ

જામનગર ‘અકિલા’ કાર્યાલયની મુલાકાતે કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ આવ્યા હતા. તેઓનું જામનગરના ‘અકિલા’ના પત્રકાર મુકુંદભાઇ બદિયાણીએ સરસ્વતી માતાની પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ તકે જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપળીયા, મંત્રી ભાવેશભાઇ ઠુંમર, મીડીયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહયા હતા. ઉપરની પ્રથમ તસ્વીરમાં ‘‘અકિલા’’ કાર્યાલયે કોર્પોરેશનના પદાધિકારીઓને આવકારતા મુકુંદભાઇ બદિયાણી. નીચેની પ્રથમ તસ્વીરમાં ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, દંડક પ્રવીણાબેન, બીજી તસ્વીરમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણી, ત્રીજી તસ્વીરમાં ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર અને ચોથી તસ્વીરમાં શાસક પક્ષના નેતા અમરભાઇ મોદીને આવકારતા મુકુંદભાઇ બદિયાણી નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
