News of Tuesday, 14th July 2026
જામખંભાળિયામા કાલે અંદાજિત રૂ.૫.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય (વિ.જા)નવા ભવનનુ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા તથા રાજ્યમંત્રી ડો.મનીષા વકીલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ
પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, ધારાસભ્યો મુળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના ઉપસ્થિત રહેશે

દેવભૂમિ દ્વારકા તા.૧૪ : રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકનાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે અંદાજિત રૂ.૫.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સરકારી કુમાર છાત્રાલય (વિ.જા)નું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યમંત્રી ડો.મનીષા વકીલના હસ્તે તા.૧૫/૦૭/૨૦૨૬ના રોજ બપોરે ૩.૧૫ કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવનાર છે.
આ લોકાર્પણ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, ધારાસભ્યો મુળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
