News of Monday, 28th September 2026
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેર જુગાર રમતી આઠ મહિલાઓ સહીત નવ ઝડપાયા.
નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓ સહીત નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નીતાબા ઉર્ફે ચેતનાબા બલભદ્રસિંહ ઝાલા, ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા, ઈલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા, ગંગાબેન બચુભાઈ ઠાકોર, વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ, ચંપાબેન બચુભાઈ અઘારા, પ્રીતીબેન મુકેશભાઈ વરાણીયા, વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી અને જાગૃતિબેન રાજેશભાઈ ચારોલા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
