<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગુજરાતમાં હવે ઉત્તરના પવનો એકાએક ઠંડી વધારશે

‘અકવાન' આજે લેન્‍ડફોલ થઇ નબળુ પડશે વાવાઝોડાના પ્રભાવે ઉત્તરના પવનો ગુજરાત પરથી પસાર નહોતા થઇ શકતા જેથી ગરમી યથાવત રહી હતી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૦: વાવાઝોડુ ‘અકવાન' હવે આંધ્ર-ઓડિસાના તટીય વિસ્‍તારોમાં આજે બપોર સુધીમાં લેન્‍ડફોલ કરશે. લેન્‍ડફોલ થયા બાદ ‘અકવાન' ઝડપથી નબળુ પડવા માંડશે. આજે સાંજે તે વાવાઝોડુ મટીને ડીપ ડીપ્રેશન સીસ્‍ટમમાં તબદીલ થશે. આવતી કાલે તે વધુ નબળી થઇ વેલમાર્ક લોપ્રેશન બની જશે. તેમ આઇએમડીના ટ્રેક મેપની વિગતમાં જોવા મળે છે.

વાવાઝોડાના કારણે જ ઉત્તરના પવનો ગુજરાત પરથી પસાર થઇ શકતા નહોતા પણ હવે આવતી કાલ સુધીમાં વાવાઝોડાના વિલય તરફ શમન થતા જ ઉત્તરના પવનો ગુજરાત પર વહેવા માંડશે જેના કારણે એકાએક ઠંડી વધવાનો અનુભવ થઇ શકવાની સંભાવના રહે છે.

ઓણ સાલ શિયાળો અલનિનોના પ્રભાવ તળે છે પણ અલનિનોના કારણે જો વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના આગમનની અધિકતા થશે તો ઉત્તરના અને ગુજરાતના વિસ્‍તારોમાં શિયાળાની કાતિલ અસર પણ જોવા મળી શકે છે. વિતેલા વર્ષમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રારંભ છેક બીજી જાન્‍યુઆરીથી થયો હતો. આ વેળા કદાચ વહેલો પ્રારંભ પણ થઇ શકે છે

(11:48 AM IST)