<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

મોરબીમાં નોટરી ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી જ મળી રહે તે માટે નોટરી એસો. ની માંગ.

પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા ટ્રેઝરી અધિકારીને રજૂઆત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નોટરી એસોસિએશન દ્વારા નોટરી ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી સરળતાથી મળી રહે તે માટે આજે તા. 8/7/2026 ના રોજ પોસ્ટના સુપ્રિટેન્ડેન્ટ અને જિલ્લા ટ્રેઝરી અધિકારી રાવરિયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ તકે નોટરી એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ પટેલ તથા વિરેનભાઈ મહેતા, રાજેશભાઈ બદ્રકિયા, નિર્મલસિંહ જાડેજા, દેવજીભાઈ વાઘેલા અને ઉમેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.

(1:05 AM IST)