News of Monday, 16th November 2026
‘સોમનાથ સ્વાભિમાન પર્વ' વર્ષની ઉજવણી પ્રસંગે પૂ.મોરારીબાપુના વ્યાસાસને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘માનસ' રામકથાનો મંગલમય પ્રારંભ
હરિહર તીર્થ ખાતે ભગવાન શ્રીકળષ્ણ ચંદ્ર પરમાત્મા અને સોમનાથ મહાદેવના દર્શન કરી બાપુએ કથાનો શુભારંભ કરાવ્યોઃ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ લઈને નીકળેલી ‘ભારત સ્વસ્તિક યાત્રા'નું સોમનાથ ખાતે ભાવભીનું આગમનઃ રામકથાના દ્વિતીય ચરણમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવના શ્રીચરણોમાં પાવન પોથીજી અર્પણ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ અંતર્ગત દેશભરમાંથી પૂજ્ય સંતો-મહંતો અને કથાકારો સોમનાથ દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે.
આજરોજ ભારતીય આધ્યાત્મિકતા, સાંસ્કળતિક વિરાસત તેમજ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદાત્ત હેતુ સાથે નીકળેલી ‘ભારત સ્વસ્તિક યાત્રા'નું સોમનાથ તીર્થધામ ખાતે પાવન આગમન થયું હતું. રામકથાના પ્રારંભ પૂર્વે પૂજ્ય મોરારીબાપુએ હરિહર તીર્થ સ્થિત દેહોત્સર્ગ ભૂમિ જેનો ઉલ્લેખ મહાભારત અને સ્કંદ પુરાણ માં છે, જ્યાથી ભગવાન શ્રીકળષ્ણ ચંદ્ર પરમાત્મા એ વૈકુંઠ પ્રયાણ કરેલુ, તેઓની પવિત્ર ચરણપાદુકાનું ભાવપૂર્વક પૂજન અને અભિષેક કર્યો હતા.
ત્યારબાદ પૂજ્ય બાપુ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા, જ્યાં મહાદેવને જળાભિષેક કરી, શ્રીચરણોમાં પાવન પોથીજી અર્પણ કર્યા બાદ વિધિવત રીતે મંગલમય રામકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વેરાવળ રેલ્વે સ્ટેશન થી સોમનાથ સુધી ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા ખુબજ સુંદર આયોજન કરેલ હતું જેથી વિશ્વભર માંથી આવેલાશિવભકતો તેમજ યાત્રા સાથે જોડાયેલ શ્રૌત્રાજનો દર્શન સહેલાયથી કરી શકે તેમજ રામકથાનો ખુબજ સરળતાથી લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરાયેલ હતી તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા પુ.બાપુ નું સ્વાગત કરાયેલ હતું
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
